Thursday 24 October 2013

General Knowledge of Gujarat

Que. ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ? 
Ans.  ગાંધીનગર

Que. ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે ? 
Ans.  હીમાભાઇ ઇન્સ્ટીટ્યુટ

Que. દેના બેંકની સ્થાપના કોણે કરી હતી? 
Ans.  દેવકરણ નાનજી

Que. ‘ભાષાને શું વળગે ભૂર’ - એવું કોણે કહ્યું છે ? 
Ans.   જ્ઞાની કવિ અખો

Que. ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ? 
Ans.  ગાંધીજી


Que. ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ - આ પંકિત કયા કવિની છે? 
Ans.   કવિ નર્મદ

Que. અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? 
Ans.   મહીપતરામ રૂપરામ

Que. ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? 
Ans.  રાજકોટ

Que. નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા           હતા? 
Ans.  સરદાર પટેલ એવોર્ડ (જુનિયર)

Que. ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? 
Ans.  એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો

Que. પોરબંદરમાં આર્ય કન્યા વિદ્યાલયના સ્થાપક ઉદ્યોગપતિ કોણ હતા? 
Ans.  નાનજી કાલિદાસ

Que. અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? 
Ans.  રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ

Que. ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
Ans: વલસાડ

Que. ‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે?
Ans: બાલાશંકર કંથારિયા

Que. પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઇ નદીના કિનારે આવેલું છે ?
Ans: હિરણ

Que. ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો?
Ans: કનૈયાલાલ મુનશી

Que. ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?
Ans: ત્રણ

Que. ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે?
Ans: પપીહા

Que. ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે?
Ans: સરદાર સરોવર નર્મદા યોજના

Que. ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર કયાં આવેલું છે ?
Ans: લુણેજ

Que. સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઇ છે?
Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)

Que. સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી?
Ans: સુફિયાન શેખ

Que. ગુજરાતમાં પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું?
Ans : બાબુભાઇ જશુભાઇ પટેલ

Que. ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે?
Ans : બળવંતરાય ક. ઠાકોર

Que. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ?
Ans : અમદાવાદ

Que. દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ?
Ans : રિલાયન્સ

Que. પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ?
Ans : નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

Que. ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ?
Ans : સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

Que. ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?
Ans : મીઠા

Que. ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે?
Ans : ૩૬૬૬ ફૂટ

Que. સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઇ પર આવેલી છે ?
Ans : ૧૦૦૦ મીટર

Que. ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’
અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ?
Ans : મહંમદ બેગડો

Que. કવિ કાન્તે અમેરિકાના કયા પ્રમુખનું જીવનચરિત્ર રચ્યું છે?
Ans: અબ્રાહમ લિંકન

Que. ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે ?
Ans: છપ્પા

Que. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ?
Ans: સૌરાષ્ટ્ર

Que. ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી?
Ans: કવિ દલપતરામ

Que. કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ?
Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫

Que. ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો?
Ans: ગિરનાર

Que. ‘સોક્રેટિસ’ કયા પ્રસિદ્ધ ગુજરાતી લેખકની નવલકથા છે?
Ans: મનુભાઈ પંચોળી (દર્શક)

Que. ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા ?
Ans: રુબિન ડેવિડ

Que. ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ ?
Ans: દાંતીવાડા-ઇ.સ. ૧૯૭૩

Que. ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ   હતાં?
Ans: વિનોદીની નીલકં